રીક્ષા ચાલકોને પોતાના ઘર ગુજરાન ચલાવવા માટે એક જ એવું સાધન છે, કે જેમાં આખ્ખા પરિવારનું ભરણ પોષણ કરવું પડે છે. પણ રીક્ષા ચાલકો સેવાભાવી હોય મુસાફરોના બજેટનું ધ્યાન રાખી પોતે ખોટ ઉઠાવી સેવા આપે છે. પરંતુ છેલ્લા ચાર વર્ષ પહેલા એટલે કે ૨૦૧૩ માં ગુજરાત સરકાર દ્વારા જે ઓટો રીક્ષા ભાડામાં વધારો કરેલ છતા ભરૂચનાં રીક્ષા ચાલકો દ્વારા મુસાફરો ઉપર આ ભાડા વધારાનો કોરડો નહિ જીકી ખોટ વેઠતા આવેલા પરંતુ હાલની મોંઘવારી કે ફક્ત સી.એન.જી ગેસ થી જ વાહન ચાલતું ન હોય પરંતુ ઓટો રીક્ષાના ટાયર ટ્યૂબ થી લઇ સ્પેરપાર્ટસ તેમજ આર.ટી.ઓ ને લગતા દસ્તાવેજી કામના ધરખમ વધારો ઝીકાય ગયો હોય તેમજ વિમા કંપનીઓ દ્વારા ૧૫૦ થી ૨૦૦ % નો વધારો થઇ ગયો હોય હાલ રીક્ષા ચાલકોને ૨૦૧૩ માં થયેલ વધારાનો અમલ કરવો પડે એમ હોય તા ૧૨-૦૧-૨૦૧૮ થી અમલ કરવામાં આવશે. જેને પ્રજાનો સાથ સહકાર મળી રહે જે બદલ જય ભારત ઓટો રીક્ષા એસોસિયેશન તરફ થી પ્રજા ને સાથ સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે. જે ભાવ વધારાનો ભાડા પત્રક રીક્ષા ચાલકો ને આપવામાં આવેલ છે જે ગુજરાત સરકારના ૨૦૧૩ માં બહાર પાડેલ ઓટો રીક્ષા ભાડા અનુસંધાને છે.જેની નોંધ લેવા પ્રજાને અનુરોધ કરવામાં આવે છે.
ઓટો રીક્ષા એસોસિયેશન તરફથી રીક્ષા ચાલકોની રજૂઆત કરવામાં આવી.
Advertisement