Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ અંકલેશ્વર ટોલ પ્લાઝા પર ડબલ ટેકસની માંગણી કરાતા મારામારી….

Share

ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુલદ ટોલનાકા વિસ્તારમાં મારામારી અને ઝધડાઓનાં બનાવો બની રહ્યા છે. નાની-નાની બાબતમાં ટોલનાકાનાં કર્મચારીઓ અને વાહનચાલકો વચ્ચે થતાં આ ઝધડાઓ પૈકી કેટલાક ઝધડાઓમાં વાહનચાલકને ઇજા પણ પહોંચી છે તે સાથે ફાસ્ટટેગના મુદ્દે ડબલ વેરો લેવા અંગેની વાત કરવા જતાં મુલદનાં ટોલનાકાનાં કર્મચારીને વાહનચાલકે માર મારતા હોવાનું જાણવા મળેલ છે. તો બીજી બાજુ વાહનચાલક દ્વારા ટોલ ટેક્ષ નાકાનાં કર્મચારીઓ સાથે ઝધડો થતાં જ ત્યાંનાં તમામ કર્મચારીઓ ભેગા થઈ જતાં મામલો વધુ ગરમાઈ ગયો હતો. મુલદ ટોલનાકાનાં આ મારમારીનાં બનાવોની બાબત અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે નોંધાય છે. જેમાં બે વ્યક્તિઓની અટક કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળામાં હજયાત્રીઓ માટે સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશન કેમ્પ યોજાયો

ProudOfGujarat

રાજપીપળા : “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ હેઠળ કુલ-૩૭ જેટલા લાભાર્થીઓ માટે વિવિધ યોજનાકીય સહાયના લાભો અપાશે.

ProudOfGujarat

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર અકસ્માતમાં ચારનાં મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!