નર્મદા તેમજ ભરૂચ જિલ્લાના ખેડૂતો માટે મહત્વની નર્મદા સુગર ધારીખેડાની ચૂંટણી આગામી ૨૬.૧૦.૨૦ ના રોજ યોજાનાર છે. ચૂંટણીને અનુલક્ષીને પ્રચાર પણ શરૂ થયો છે. ઉમેદવારો ગામડા ખૂંદી રહ્યા છે. મૂળ નર્મદા જિલ્લાના અને કાંદરોજ ખાતે રહેતા સુનિલભાઇ રમેશભાઇ પટેલ જૂથ ૧૦ ઝઘડિયા બેઠક માટે પ્રચાર માટે નીકળ્યા હતા. રાણીપુરા, ગોવાલી, મુલદ, બોરીદ્રા, કપલસાડી, ફૂલવાડી, સેલોદ, તલોદરા, લીભેટ વગેરે ગામોમાં સુગરના ખેડૂત સભાસદોને મળ્યા હતા. ચાલુ સાલે સહકારી કાયદા મુજબ ફક્ત સુગરમાં શેરડી આપતા ખેડૂત મતદારો જ મતદાન કરી શકશે તેવા નિયમ હેઠળ સુગરના ૨૪૦૦૦ જેટલા સભાસદો પૈકી ૮,૦૦૦ જેટલા સભાસદ મતદારોને જ મત આપવાનો અધિકાર મળ્યો હોવાનું ચૂંટણી વિભાગ દ્વારા જાહેર કરાયેલ મતદાર યાદી પરથી જણાય છે. પરિવર્તનના જોમ સાથે સુનીલ પટેલની પેનલ સભાસદોના ઘરે ઘરે જઈ અવશ્ય મતદાન કરવા અનુરોધ કરી રહ્યા છે. જ્યારે ઘનશ્યામ પટેલની પેનલ પણ પુનરાવર્તનની આશા સાથે ચુંટણી જંગમાં છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ