Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વહેલી સવારે 4 મોબાઈલની ચોરી કરતો શખ્સ સી.સી.ટી.વી. માં કેદ…. વધુ જાણો.

Share

ભરૂચની હેનવી એક્રોક્રાફટ નામની દુકાનમાંથી વહેલી સવારે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા મોબાઈલ ચોરી કરવામાં આવી હતી. આ મોબાઈલ ચોરીનો ગુનેગાર સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલો જોવા મળ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જી.આઇ.ડી.સી. પ્લોટ નં.126/ 1 ફેસ-2 માં આવેલ હેનવી એક્રોક્રાફટ નામની દુકાનમા વહેલી સવારે કર્મચારીઓ ગાઢ ઉંધમાં હતા તે સમયે કોઈ અજાણ્યું ઈસમ દુકાનનું શટર ઊંચકી પેસી ગયો હતો અને તે સમયે દુકાનમાં સૂતેલા કર્મચારીઓને જોઇ દુકાનને નિશાન બનાવી દુકાનમાંથી 4 મોબાઈલ ફોનની ચોરી કરી હતી. આ દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં મોબાઈલ ચોર દેખાઈ આવ્યો છે. આ સીસીટીવી ફૂટેજના આધારે મોબાઈલ ચોરની વધુ તપાસ કરવામાં આવશે તેવું હેનવી એક્રોક્રાફટનાં માલિકે જણાવ્યુ છે.

Advertisement

Share

Related posts

મલ્ટીનેશનલ કંપની દ્વારા કાશ્મીરની આઝાદીને ટેકો આપવા બદલ હિન્દુ સંગઠનો દ્વારા ગોધરામાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ.

ProudOfGujarat

અંકલેશ્વરનાં પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

અંકલેશ્વર : વાલિયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સામે હિટ એન્ડ રનની ઘટના બની

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!