કોરોનાનો કહેર યથાવત છે કોરોનાનાં ભયનાં કારણે જનતામાં જે ગેરસમજો ઉભી થઇ છે તેને દૂર કરી, સંક્રમણને ફેલાવો થતા રોકવા માટે જનજાગૃતિ અને જાત તપાસ જરૂરી છે તે બાબતે ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ સ્ટાફ દ્વારા ગ્રામ જનોની ઘરે ઘરે તપાસ અને સ્ક્રીનીંગ કરવામાં આવશે.
કોરોનાને ફેલાતો રોકવાના આશયથી તા. 17-10-2020 શનિવારે વેલ્ફેર હોસ્પિટલ ભરૂચના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ દ્વારા ગ્રામ્યજનોની ચકાસણી કરી જરૂરિયાતમંદ લોકોને સ્થળ પર દવા આપવામાં આવશે અને યોગ્ય સારવાર મળી રહે તેવા આશયથી આખી ટીમ હાજર થશે.
આ કાર્યને અંજામ આપવા સવારે 8 કલાક થી વેલ્ફેર હોસ્પિટલની જુદી જુદી ટીમ ઝંઘાર ગામના ઘરે મહોલ્લામાં સેવા આપવા હાજર રહેશે ત્યારે તેનો પૂરો લાભ લઈ, અન્ય ગ્રામ્ય જનોને પણ લાભ મળે તે મુજબ દરેક ગામજનોએ યુવાનો વડીલોએ સહકાર આપવો એવી અપીલ કરવામાં આવે છે.
આ ઉપરાંત વેલ્ફેર હોસ્પિટલ ટ્રસ્ટના પ્રમુખ ડૉક્ટર ખાલિદ અને અન્ય આગેવાનો સાથે ડોક્ટર્સની ઉપસ્થિતિમાં એક મિટિંગનું આયોજન કરેલ છે તેમાં ગામના દરેક લોકોને હાજર રહેવા સવારે 10 કલાકે મદરેસા હોલમાં રાખેલ છે જેમાં આમંત્રણ આપવામાં આવે છે.