Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : બાયપાસ ચોકડીથી ભરૂચ રેલ્વે સ્ટેશન સુધીનાં રોડનું નવીનીકરણ કરવા લોક જનશક્તિ પાર્ટી દ્વારા કલેકટરને આવેદન.

Share

ભરૂચ બાયપાસ ચોકડીથી ભરૂચ રેલ્વે સ્ટેશન સુધીનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોય અહીં ભયંકર ખાડા પાડવાના કારણે અકસ્માત સર્જાવાનો ભય રહે છે. આથી લોક જનશક્તિ પાર્ટીનાં ભરૂચ જિલ્લાનાં પ્રમુખ અબ્દુલ રઝાક યુસુફ કામઠી સહિતનાં આગેવાનોએ ભરૂચ કલેકટર સમક્ષ એક લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

આ લેખિત આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ રેલ્વે સ્ટેશનથી જંબુસર બાયપાસ ચોકડીનો રોડ ચોમાસાની સીઝન દરમિયાન અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયેલ હોય આ રોડ પર ભયંકર ખાડાઓ પડવાને કારણે અવારનવાર અકસ્માતો સર્જાઈ છે તથા ઇમરજન્સીમાં એમ્બુલન્સને તેમજ શહેરીજનોને અનેક ગણી તકલીફો સહન કરવી પડે છે. ચોમાસાની સીઝન પૂરી થયેલ છે તો સમસ્ત ભરૂચ જીલ્લાનાં લોક જનશક્તિ પાર્ટીની માંગણી છે કે આ ખરાબ થયેલ રસ્તાને તાકીદે યુદ્ધનાં ધોરણે આ માર્ગનું સમારકામ- નવીનીકરણ કરવામાં આવે, આ રજૂઆતને ધ્યાને લઈ પ્રજાને પડતી તકલીફોમાંથી મુક્તિ મળે તેવી અમારી માંગણી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી:- ગોધરા શહેરમાં જિલ્લા કલેક્ટરે દિવ્યાંગોની જનજાગૃતિ રેલીનું કરાવ્યું પ્રસ્થાન ગોધરા રાજુ સોલંકી

ProudOfGujarat

સુરેન્દ્રનગર : સસલાનો શિકાર કરવાનો પ્રયત્ન કરનાર ટોળકી ઝડપાઈ.

ProudOfGujarat

ઝઘડીયા : મોહદ્દિષે આઝમ મિશન તરસાલી ને વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્કાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!