કૃષિ સુધારણા બિલ પસાર થતાં ભરૂચનાં સાંસદ સભ્યએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. તાજેતરમાં સમગ્ર દેશમાં કેટલાક રાજયોમાં વિપક્ષ દ્વારા કૃષિ સુધારણા બિલ વિશે પ્રજાને ગેરમાર્ગે દોરે તેવા કટાક્ષો કરવામાં આવતા સાંસદમાં મોદી સરકારે કૃષિ સુધારણા બિલ પસાર કર્યું હતું. જે અંગે રાજય અને કેન્દ્ર સરકારનાં નેતાઓએ એક બેઠક બોલાવી તેના વિશે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં ભરૂચ લોકસભાનાં સાંસદ મનસુખભાઇ વસાવાએ નેત્રંગ તાલુકાનાં ચાસવડ, ચંદ્રવાન, ફોકડી ગામે સભા યોજી હતી અને આ સભામાં તેઓએ જણાવ્યુ હતું કે કૃષિ સુધારા બિલ 2020 થી દેશના ખેડૂતોને કોઈપણ જગ્યા પરથી પોતાનાં પાકનું પોતાની કૃષિ પેદાશનું વેચાણ કરી શકશે. વેપારીઓમાં પણ હાલના સમયમાં તંદુરસ્ત હરીફાઈ થાય છે જેના લીધે ધરતી પુત્રોને પોતાની ઉપજનાં યોગ્ય ભાવ મળી રહે અને તેની સીધો લાભ દેશના અનેક ખેડૂતોને મળે તેવી આ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે. તેમજ ગુજરાત રાજય સરકારનાં કૃષિ મંત્રી આર.સી. ફળદુનાં માર્ગદર્શન હેઠળ ખેડૂતોની ગૂંચવનો દૂર કરાઇ હતી. તથા આ કૃષિ બિલમાં વધુ પડતી સવલતો અપાઈ છે જેમ કે ખેડૂતોને દૂધાળા પશુઓની યોજના, સિચાઈ સુવિધા, વન અધિકારી અધિનિયમ હેઠળ ખેડૂતોને જમીન લેવલિંગ સહિતની સવલતો આપવામાં આવશે. આ તકે અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાડદિયાએ વધુમાં ખેડૂતોનાં હિતમાં લીધેલ નિર્ણય વિષે જણાવ્યુ હતું કે નાફેડ દ્વારા ખેડૂતોને ટેકાના ભાવોમાં મગફળીની ખરીદી કરવામાં આવે છે જેમાં આ વર્ષે વધુમાં વધુ ખરીદી કરાશે અને મગફળીનાં બારદાનમાં 35 કિલો મગફળી નહીં 25 કિલો મગફળી ભરવામાં આવશે.
કૃષિ સુધારણા બિલ પસાર થતાં ખેડૂતોની ગૂંચવણનો અંત.
Advertisement