કરૂણા અભિયાન – ૨૦૧૮ અંતર્ગત ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને થતી ઇજાઓ અને મૃત્યુના બનાવો અટકાવવાના અભિયાન અંતર્ગત લોક સંવેદના જાગૃત કરવા તેમજ કરૂણા અભિયાનને સફળ બનાવવા પ્રચાર અને પ્રસાર અર્થે શ્રવણ ચોકડીથી કલેક્ટર કચેરી સુધી શાળાના બાળકોની પગપાળા રેલીનું જિલ્લા કલેકટરશ્રી સંદિપ સાગલેએ લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી એમ.આર.સોલંકી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નૈષધ મકવાણા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડોડીયા સહિત વન વિભાગના અધિકારીગણ,વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ અને મોટી સંખ્યામાં શાળાના બાળકો રેલીમાં જોડાયા હતા. વન વિભાગની કચેરીએ શપથ લેવામાં આવ્યા હતા.
નાયબ વન સંરક્ષકશ્રી સોલંકીએ પતંગના દોરાથી પક્ષીઓને થતી ઇજાથી બચાવવા અને ઘાયલ પક્ષી જોવા મળે તો તાત્કાલિક પશુ દવાખાને લઇ જવા પર્યાવરણ પ્રેમી સંસ્થા કે વ્યક્તિને અથવા તો વન વિભાગ ભરૂચને કંન્ટ્રોલરૂમ ફોન નંબર – ૦૨૬૪૨ – ૨૨૨૩૩૦ ઉપર આવી ઘટના અંગે જાણ કરવા સામાજિક વનીકરણ વિભાગ ધ્વારા અપીલ કરવામાં આવી છે