ભરૂચ જીલ્લામાં તાજેતરમાં ચૂંટણી લંબાવા અંગેની થયેલ જાહેરાતો અંગે મિશ્ર પ્રત્યાધાતો જણાઈ રહ્યા છે. કોંગ્રેસનાં નેતાઓ અને આગેવાનો એમ જણાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની લોકપ્રિયતા દિન પ્રતિદિન ઘટી રહી છે જેના પગલે ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી જંગમાં હાર થાય તેવો અણસાર હોવાથી ચૂંટણીઓને લંબાવામાં આવી છે. પરંતુ તેમના આ પ્રયાસોથી પણ ભારતીય જનતા પાર્ટીને કોઇ ફાયદો થવાનો નથી. મંદી, મોંધવારી અને કોરોના સમયે તંત્રની નિષ્ફળતાને કોઈ ભૂલી શકશે નહીં. તેથી આ આવનાર ચૂંટણીઓમાં કોંગ્રેસ ઉજળો દેખાવ કરશે જ્યારે ભારતીય જનતા પાર્ટીનાં આગેવાને એમ જણાવી રહ્યા છે કે માત્રને માત્ર કોરોના મહામારીનાં પગલે ચૂંટણી લંબાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે લોકોમાં ચર્ચાની બાબત મુજબ બિહારમાં પણ કોરોનાનો કહેર છે તેમ છતાં ત્યાં ચૂંટણી યોજાઇ રહી છે. આવું કેમ અને આવા બેવડા ધોરણો કેમ રાખવામા આવ્યા છે તે અંગે જાતજાતની ચર્ચાઓ થઈ રહી છે. તેમ છતાં સાચું કારણ શું છે તે તો લોકો અને મતદારો ખૂબ સારી રીતે જાણે છે.
ભરૂચ : નગરપાલિકા, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ચૂંટણીઓ લંબાતા ભરૂચ જીલ્લામાં મિશ્ર પ્રત્યાધાતો.
Advertisement