ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના તેમજ માર્ગદર્શન મુજબ વણશોધાયેલ મિલ્કત સબંધી ગુનાઓનુ ડીટેક્શન કરવા તેમજ સદર ગુનાના કામના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ અંક્લેશ્વર વિભાગ, અંક્લેશ્વર નાઓના માર્ગદર્શન હેઠળ રાજપારડીના પો.સ.ઇ. જયદિપસિંહ જાદવનાઓ બાતમી આધારે રાજપારડી પો.સ્ટેશન તેમજ બીજા અન્ય પો.સ્ટે. ના ગુનાઓનો નાસતો ફરતો આરોપી સંજયશનાભાઇ વસાવા રહે.પીપદરા પોતાના ઘરે આવવાનો હોય જેથી અલગ અલગ ટીમો બનાવી આરોપીની વોચ તપાસમા હતા દરમ્યાન આરોપી પોતાના ઘરે આવતા તેને ચારે તરફથી ઘેરી લઇ પકડવા જતા પો.કો. દિલીપભાઇ અરવિંદભાઇને આરોપીએ તેના હાથમાનું લોખંડનું ધારદાર પાળીયુ માથામા મારી દઈ ગંભીર જીવલેણ ઇજા પહોંચાડેલ હતી જેથી બીજા સ્ટાફના કર્મચારીઓએ જરૂરી બળ વાપરી સદર આરોપી સંજયભાઇ શનાભાઇ વસાવાને પકડી લાવી તેના વિરુધ્ધ રાજપારડી પો.સ્ટે ખાતે. ગુનો દાખલ કરી આરોપીની યુક્તિ – પ્રયુક્તિથી સધન પુછપરછ કરતા તે ભાંગી પડેલ અને પોતાના સાગરીતો સાથે રાજપારડી, ઝઘડીયા, ઉમલ્લા તેમજ નર્મદા જીલ્લાના આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારની સીમમાંથી આશરે કુલ -૧૫ જેટલી જગ્યાના ખેતરોમાથી ડ્રીપ ઈરીગેશન સીસ્ટમ, ઝાટકા મશીન, સ્ટાટર, ઓટો સ્વીચ, રસ્તા પર લગાવેલ સ્ટ્રીટ લાઇટોની બેટરી, વીજમીટર, કેબલ વાયર, પાણીની મોટર, મો.સા.ની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ હતી તેમજ આ અગાઉ પણ બીજી ઘણી ચોરીઓ કરેલ હોવાની કબુલાત કરતો હોય આરોપી રીઢો હોય ગુનાની આગળની તપાસ પો.સ.ઇ. જયદિપસિંહ જાદવનાઓ સંભાળી રહેલ છે તેમજ હજુ વધુ ગુનાઓ શોધાવાની શક્યતાઓ રહેલી છે. સંખ્યા બંધ ચોરીના બનાવમાં સંડોવાયેલા રીઢા ચોરને ઝડપી પડાતા હાલ 12 ચોરીના ગુનાનો ભેદ ખુલ્યો છે આવનાર દિવસોમાં વધુ ચોરીના ભેદ ખુલે તેવી આશા પોલીસ રાખી રહી છે.
ભરૂચ : 12 જેટલા ચોરીના ગુનાઓમાં નાસતા – ફરતા આરોપીને પકડવા જતા પોલીસ પર જીવલેણ હુમલો : આરોપીને પકડી પાડતી રાજપારડી પોલીસ.
Advertisement