ભરૂચ પેરોલ ફર્લો સ્કોડએ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતા પાકા કામનાં કેદીને ઝડપી પાડવા અંકલેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તારમાં બાતમી મળેલ કે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતા પાકા કામનાં કેદી ભુવનભાઈ સરાધભાઈ વસાવા કોરોના વાઇરસને કારણે તા.9-4-2020 થી 9-6-2020 પેરોલ પર મુકત થયેલ ત્યારબાદ તા.11-6-2020 થી 26-6-2020 સુધી તથા અંતિમ તા.7-7-2020 સુધી તેમની પેરોલ રજામાં વધારો થયેલ અને 8-7-2020 ના રોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે આરોપીને હાજર થવાનું હતું પરંતુ તે હાજર ન થતાં વડોદરા જીલ્લાનાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવતા પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વે ગુજરાત દ્વારા આરોપીને ઝડપી પાડવા સ્પેશિયલ ડ્રાઈવ રાખવામા આવેલ ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચનાના અનુસંધાને પી.એસ. બરંડા અને બી.ડી. વાધેલાના ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમે આરોપીને કોસમડી ખાતેના તેના ઘરેથી ઝડપી લઈ પોલીસ સ્ટેશને સુપ્રત કરવામાં આવેલ છે.
ભરૂચ : વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતા કેદી રજા પરથી પરત ન આવતા ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.
Advertisement