ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા રાજકીય વાતાવરણ ગરમાયું છે. ભરૂચનાં ચાવજ, ઝનોર સહિતનાં ગામોનાં 100 થી વધુ નવયુવકો, કાર્યકરોએ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસ સાથે જોડાયા છે. ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર હોય તે પહેલા રાજકીય વાતાવરણમાં ગરમાવો આવતા ભરૂચમાં રાજકીય વાતાવરણ જામ્યું છે ચાવજ અને ઝનોરનાં માલધારી સમાજના પ્રમુખ સહિતનાં નવયુવકો કોંગ્રેસ પક્ષ સાથે જોડાતા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતનાં આગેવાનોએ તેમણે આવકાર્યા હતા અને કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાતા નવયુવકો સાથે પ્રમુખ સહિતનાં કોંગ્રેસી આગેવાનોએ નવયુવકને આવકાર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં સ્થાનિક કક્ષાએ ચૂંટણી યોજાનાર હોય આવા સમયે બહોળા પ્રમાણમાં નવયુવકો ભાજપ સાથે છેડો ફાડી અને કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાયા છે તો આગામી સમયમાં ભરૂચ જીલ્લામાં ચૂંટણીનો માહોલ કેવો જામશે ? તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોનું પલ્લું ભારી રહેશે તે તો આવનાર જ સમય જણાવશે.
ભરૂચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા રાજકીય વાતાવરણ ગરમાયું.
Advertisement