ભરૂચ પંથકમાં મોબાઈલ ચોરીનાં બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. રાત્રીના સમયે 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓ એમ્બ્યુલન્સમાં બેઠા હતા ત્યારે તેઓએ રૂમમાં મોબાઈલ ચાર્જમાં મુકયા હતા જે મોબાઈલ ચોરી થયા હતા જેમાં કર્મચારીઓનાં તેમજ સંસ્થાનાં મોબાઈલનો સમાવેશ થાય છે. ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાંથી કુલ 5 મોબાઈલની ચોરી થતાં આ અંગે સી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે આ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
Advertisement