ભરૂચ નગરના મુંડા ફળિયા વિસ્તારમાં બી.ડીવીઝન પોલીસે જુગાર રમતા ૭ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. જુગારિયા પાસેથી દાવ પર મુકાયેલ રૂ!.૧૪૮૦ અને અંગજડતીનાં ૭૫૦૦ મળી કુલ રૂ! ૮૯૮૦ ની માતા જપ્ત કરવામાં આવી હતી. ઝડપાયેલા જુગારેયામાં મુસ્તાક ઈસ્માઈલ નાર્બંધ રહેવાસી મસ્જીદ પાસે,ગુલામ સાદિક એહમદ શેખ, અરવિંદ વસાવા રહેવાસી ત્રણકુવા, મીયામહંમદ બરોડાવાલા રહેવાસી મુંડા ફળિયા, ઈમ્તિયાઝ ઉર્ફે લાલુ રહેવાસી મુંડા ફળિયા, વેચાણ વસાવા રહેવાસી ત્રણકુવા, ખોડાભાઈ ઓળ રહેવાસી અંકલેશ્વર જુગાર રમતા ઝડપી પાડ્યા હતા આ બનાવાના પગલે ભરૂચ નગરમાં જુગાર રમતા જુગારીયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
મુંડા ફળિયામાં સમીસાંજે ૬ વાગ્યાથી આ જુગારીયાઓ જુગાર રમતા હોવાનું બી ડીવીઝન પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. અ બનાવા અંગે બી ડીવીઝન પોલીસ તપાસ કરી રહી છે. ભરૂચ નગરનાં કેટલાક વિસ્તારોમાં ભરૂચના જ નહિ પરંતુ આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ સમી સાંજે જુગાર રમવા આવતા હોવાનું જણાય રહ્યું છે. જ્યારે જ્યારે બી ડીવીઝન પોલીસે જુગાર અંગેની રેડ કરી છે ત્યારે સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત જે તે સ્થળે ગ્રામ્ય વિસ્તારના જુગારીયાઓ પણ ઝડપાયા છે તેથી જુગારીયાઓ અંગે પોલીસ તંત્ર દ્વારા કડક હાથે કામ લેવાઈ તેવી લોકલાગણી ઉભી થઇ છે.
હારૂન પટેલ