Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સાઉથ આફ્રિકાનાં ગ્રે ટાઉનમાં કાર અકસ્માતમાં ભરૂચનાં દંપતીનું મોત નીપજ્યું.

Share

ભરૂચ જીલ્લાના કોલવણા ગામના મૂળ રહેવાસી અને છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી સાઉથ આફ્રિકામાં રોજીરોટી માટે સ્થાયી થયેલ પટેલ પરિવારને કાર અકસ્માત નડયો હતો. મળતી માહીતી મુજબ વાગરા તાલુકાના કોલવણા ગામના મૂળ રહેવાસી એવા સાકિર પટેલ અને રોજમીના પટેલ છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી સાઉથ આફ્રિકાના મેરિસ્ક બર્ડ વિસ્તારમાં સ્થાયી થયા હતા.તેઓ રવિવારની રાત્રે પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે સાકીર પટેલ અને રોજમિના પટેલનું મોત નિપજયું હતું. આ અકસ્માતના બનાવની કરુણતા એ છે કે નાની બાળકીનો એ જ દિવસે જન્મદિવસ હોવાથી કેક કાપ્યા બાદ પરિવાર કારમાં ઉજવણી અર્થે જતું હતું ત્યારે અકસ્માત નડયો હતો જેમાં પતિ પત્નીનું મોત નિપજ્યું હતુ જયારે બે બાળકોને ગંભીર ઇજા પહોંચી હોવાનાં અહેવાલ સાંપડયા હતા. આ બનાવનાં પગલે વાગરાના કોલવણા ગામમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

Advertisement

Share

Related posts

કાલોલ તાલુકા પ્રમુખ સહિત કાર્યકરો ચૂંટણી પ્રચાર માટે ગાંધીનગર પહોંચ્યા.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આવેલ એકમાત્ર પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ

ProudOfGujarat

ફિકર સારે ભરૂચ કી..રોજ ની થોકબંધ ગાળો અને નિસાસા આ ત્રણેય બ્રિજ ની નીચે થી પસાર થતો રાહદારીઓ , વાહન ચાલકો મનોમન આપે છે..  

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!