ભરૂચ જિલ્લાની સૌથી સર્વશ્રેષ્ઠ અને અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી એક માત્ર મલ્ટીસ્પેશિયાલીટી સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ડૉ. મૌલિક ઝવેરી, ફુલટાઇમ ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તથા ડૉ. અમિત કાથરાની, ફૂલ ટાઈમ ટ્રોમા સર્જન દ્વારા હાડકાના કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું.
મહારાષ્ટ્રના ધુલે શહેરની ૧૫ વર્ષની યુવતી અશ્વિની પાટીલને જમણાં ખભામાં છેલ્લા ૬ મહિનાથી અસહય દુખાવો થતો હતો. દર્દીને મોટા શહેરોમાં ઘણા વરિષ્ઠ ડોક્ટરોની સારવાર કરાવી હતી છતાં પણ કોઈ ફરક ન પડતા એક લોકલ ડોક્ટરના કહેવાથી દર્દી ધૂલેથી ડૉ. ઝવેરીની સલાહ લેવા સરદાર પટેલ હોસ્પિટલમાં આવ્યું હતું. અહીં દર્દીની સંપૂર્ણ તપાસ અને અન્ય રેડિઓલોજી ઇન્વેસ્ટિગેશનથી હાડકાનું કેન્સર થયેલું જાણવા મળ્યું, જેના નિદાનના ભાગરૂપે ડૉ. ઝવેરી અને ટીમ દ્વારા દર્દીનું અત્યંત જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું.
ભરૂચ : સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં મહારાષ્ટ્રનાં ધુલે શહેરની ૧૫ વર્ષની યુવતીનાં હાડકાનાં કેન્સરનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું.
Advertisement