ભરૂચ જિલ્લામાં ફૂલો ના વેપારી ખૂબ મોટા છે. નિકોરા અને આસપાસના ખેડૂતો અન્ય પાકોની ખેતી છોડી ગુલાબના ફુલોની ખેતી તરફ વળ્યા હતા. ભરૂચ જિલ્લાના ગુલાબના ફૂલો અને ગલગોટાના ફૂલોની માંગ છેક મુંબઈ સુધી જણાઈ હતી. પરંતુ કોરોના ને પગલે નવરાત્રી મહોત્સવ અને તે પહેલા શ્રીજી મહોત્સવ રદ થતા ફૂલો ના ધંધા ને કમ્મરતોડ આર્થિક ફટકો પડ્યો છે. જેથી ફૂલો પકવતા ખેડૂતો ને આર્થિક પરિસ્થિતિ ખૂબ નાજુક થઈ ગઈ છે. નોંધપાત્ર બાબત એ છે કે ફુલ પાથરીને ધંધો પડી ભાંગ્યો છે દર મહિને ફુલ પાથરી બઘાવનારાઓ એ ફુલ પાથરવાનું બંધ કરતાં માળીઓને પણ ખૂબ આર્થિક નુકસાન થઈ ગયું છે.
Advertisement