ભિલીસ્તાન ટાઈગર સેના ભરૂચ તરફથી જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર બહુચરાજી મંદિરના પોજારી જયકર મહારાજને બે વર્ષ પૂર્વે ભરૂચ ખાતે થયેલ ડબલ મર્ડર પ્રકરણ સંદર્ભમાં પોલીસ પ્રોટેકશન આપવામાં આવ્યું હતું. જે મુજબ આજ દિન સુધી પોલીસ કર્મચારીઓ પ્રોટેકશન આપવામાં આવ્યું હતું. જે મુજબ આજ દિન સુધી પોલીસ કર્મચારી વસાવા ભુપેન્દ્રકુમાર મંગુભાઈને જયકાર મહારાજે ઢોર માર માર્યો હતો તેમજ જાતી વિષયક શબ્દો બોલી તેના માથાના ભાગમાં તાંબાનું પાત્ર મારી લોહીલુહાણ કરી દીધો હતો.
જાતી વિષયક અપશબ્દો બોલીને માં-બેન સામાની ગાળો બોલીને આદિવાસી સમાજનું જયકર મહારાજે અપમાન કરેલ છે. જયકર મહારાજ બહુચરાજી મંદિરનો પૂજારી છે. મંદિરનો વહીવટી કરે છે. જેથી આ મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે જેમાં જયકર મહારાજ દ્વારા તેવું વલણ અપનાવાયું છે કે, આદિવાસી, મિસ્ત્રી માછી સમાજના લોકોની મંદિરમાં પ્રવેશ કરવો નહિ. પૂજા અર્ચના કરવી નહિ, આમ તેઓ સમાજમાં વયમન્સ્યની ભાવના ઉભી કરે છે.
આ ઉપરાંત મંદિર પાસે આદિવાસી સમાજના લગ્ન પ્રસંગનું જમણ હોય તેમાં પણ કેટલીક વખત જયકર મહારાજ દ્વારા રેતી, કચરો નાખવામાં આવ્યો હોવાનું જણાયું છે. તેમજ તેઓના રાજકીય વર્ગ ધરાવતા હોવાના પગલે આદિવાસી મહિલા તેમજ પુરૂષો પર ખોટી ફરિયાદ કરે છે અને કહે છે કે અમારા બહુચરાજી મંદિરમાં આદિવાસીઓએ પૂજા કરવા આવવું નહિ તો આખું મંદિર ધોવું પડે છે તે બાબતે પણ પોલીસ કેસ થયો છે. આ તમામ બાબતોને ધ્યાને લઇ જયકર મહારાજનાં પોલીસે પ્રોટેકશન પાછો ખેંચી લેવા ભીલીસ્તાન ટાઈગર સેનાએ આવેદનપત્ર પાઠવી માંગણી કરેલ છે.
હારૂન પટેલ