Proud of Gujarat
FeaturedGujaratINDIA

જુના બજાર વિસ્તારમાં આવેલ ખાદી ભંડારની છત ધરાશાઈ, સદભાગ્યે કોઈ જાનહાની કે ઇજા નહી

Share

ભરૂચ નગર ના વેપારીમથક એવા જુના બજાર વિસ્તાર માં આવેલ ખાદી ભંડારની છત ધરાશાઈ થઈ ગઈ હતી. ભરૂચ નગર ના ઘણા મકાનો ખુબ બિસ્માર હાલતમાં છે. આવા મકાનો ક્યારે ધરાશાઈ થાય તે કહેવાય નહીં તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે. કેટલીક વાર જર્જરિત મકાનનો કોઈ હિસ્સો તૂટી પડતો હોય છે. આવા જર્જરિત મકાનો જોખમકારક હોવાથી મોટી હોનારત સર્જાય તેવી શક્યતા પણ રહેલી છે. જુના બજાર માં આવેલ ખાદી ભંડાર નું મકાન પણ જર્જરિત છે. જર્જરિત મકાન પાસેથી મુખ્ય રસ્તો પસાર થાય છે. પરંતુ રવિવાર હોવાથી ખાદી ભંડાર બંધ હતો. અને લોકોની અવર જવર નહિવત હતી. જેથી ખાદી ભંડાર ની છત ધરાશાઈ થઈ તે ઘટનામાં કોઈ જાનહાની કે કોઈ ને ઇજા થઈ ન હતી. ફાયર બ્રિગેડના જવાનો ઍ કાટમાંલ ખસેડવાની કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

ગુજરાત સ્થાપના દિવસે મહાત્મા ગાંધી પર ઓન લાઈન કવિ સંમેલન યોજાયું.

ProudOfGujarat

Points Related to Railways from FM’s Budget speech-2018

ProudOfGujarat

રાજકોટનાં પોલીસ જ બન્યા સોશિયલ મીડિયાનાં ફેક આઇડી નો શિકાર : પોલીસના નામે ફેક આઇડી બનાવી લોકો પાસેથી માંગે છે પૈસા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!