Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલેજ : બે બાળકોનાં પરિવારે માતા વિહોણી બાળકીને દત્તક લઇ માનવતાની મહેક પ્રસરાવી.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલા દિવી ખાતે એક માસ અગાઉ એક ગરીબ પરિવારની મહિલાને પ્રસુતિ દરમ્યાન તેનાં ખોળે બાળકીનો જન્મ થયો હતો. પ્રસુતિ દરમ્યાન મહિલાની તબિયત લથડતાં તેણીને વડોદરા સારવાર અર્થે ખસેડતા ત્યાં તેણીનું સારવાર દરિમયાન લોહીની ઉણપના કારણે મૃત્યુ થયું હતું. ત્યારે તેણીનાં ખોળે જન્મેલી બાળકી બે દિવસની હતી. મૃત્યુ પામેલી મહિલાની અંતિમ ક્રિયા કરી બાળકીને તેનો પિતા ઘરે લઈ આવ્યો હતો. તે બાળકીની પરવરીશ અને મજૂરી કામની ચિંતામાં રહેતો હતો. આજે બાળકી એક માસની થઈ છે. આ ઘટનાથી વાકેફ દિવી ગામનાં સરપંચ યાસીનભાઈ કોયલાએ કોસંબા કામદાર એકતા સંઘ ગુજરાતના સંયોજકનો રાજેન્દ્રસિંહ ઠાકોરનો સંપર્ક કરી સમગ્ર ઘટના વિશે વાત કરી હતી. તેમજ મહિલા મોરચાનાં ઉપપ્રમુખ પારુલ બાજી પરમારનાં પ્રયત્નોએ રંગ લાવ્યો હતો. આજે પરી નામની બાળકીને ભચાઉના હસમુખભાઈ પટેલનાં હર્યાભર્યા પરિવારે દત્તક લીધાની જાણકારી પ્રાપ્ત થઇ છે.

પાલેજ નજીક આવેલા દીવી ગામે પરગામથી મજુરી કામે આવેલા એક ગરીબ પરિવારના ત્યાં એક માસ અગાઉ પરીનો જન્મ થયો હતો. તેની માતા તેના જન્મ થયાના બીજા દિવસે મૃત્યુ પામી હતી .આ અંગેની જાણકારી યાસીનભાઈ કોયલાને પ્રાપ્ત થઈ હતી. તેઓએ કોસંબાના કામદાર એકતા સંઘના ગુજરાતના સંયોજક રાજેન્દ્રસિંહ ઠાકોરને સમગ્ર ઘટનાની જાણ કરી હતી તેઓના પ્રયત્નોથી આજરોજ દીવી ગામે તેના પિતા તરફથી બાળકીને દત્તક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પટેલ પરિવારે ગરીબ પરિવારની બાળકીને દત્તક લઇ પરિવારિક પરવરીશ માટે અને શિક્ષણ ક્ષેત્રેથી લઇ દેખરેખ કરવા સુધીની તમામ જવાબદારી પોતાના શિરે લીધી છે. તેથી તે બાળકોનું ભાવી આજના આધુનિક યુગમાં આવનાર દિવસોમાં તે બાળક અન્ય સમાજની હરોળમાં પગભર બનશે. હસમુખલાલ પુરસોત્તમભાઈ પટેલ પરિવારની માનવતા ભરી કામગીરીને ગામના સરપંચ યાસીનભાઈ કોયલએ બિરદાવી હતી. તેઓને અભિનંદન આપ્યા હતા આ કાર્યને સફળ બનાવવા માટે કામદાર એકતા સંઘનાં સંયોજક રાજેન્દ્રસિંહ ઠાકોર મહિલા મોરચાના ઉપપ્રમુખ શ્રી પારુલ બાજી પરમારેએ કાયદેસર કાર્યવાહી કરવામાં સારી એવી જહેમત ઉઠાવી હતી. પાલેજના જયેશ સોજીત્રા/ સોહીલ ખાન પઠાણ દીવી ગામે ઉપસ્થિત રહી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દત્તક લેનાર પરિવારે બાળકી વિશેની તમામ જવાબદારી પોતાના શિરે લઈ લીધી છે. પોતાના ઘરે બે છોકરાઓ છે અને તેઓને પરી નામની બહેન આજે ભેટમાં મળશે એની ખુશી હસમુખલાલ પુરષોત્તમભાઈ પટેલ પરીવારમાં ફેલાય હતી.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાની તમામ સ્વનિર્ભર શાળાઓની અચોકકસ મુદ્દતની હડતાળ કરી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રનો વિરોધ કરવામાં આવ્યો.

ProudOfGujarat

રાજપારડી : બે દિવસ પૂર્વે સિમધરા પાસે બાઇક અકસ્માતમાં બે ઘાયલ યુવક પૈકી એકનું મોત.

ProudOfGujarat

અંકલેશ્વર : પોતાના જન્મદિવસની ઉજવણી માટે એકત્ર કરેલા પૈસાથી જરૂરત મંદ લોકોને ભોજન કરાવી ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાને માનવતાની મહેક પ્રસરાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!