ભરૂચ નજીક આવેલ સરોવર કાઠીયાવાડી હોટલને સીલ કરવામાં આવી હતી. સરોવર હોટલને ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બૌડા દ્વારા નોટીસ આપવામાં આવી હતી. આ નોટીસમાં સરોવર હોટલને વિવિધ બાબતો અંગે 4 લાખ કરતાં વધુ રકમ જમા કરવાની હતી. ત્યારબાદ તેને બાંધકામ અંગે પરવાનગી આપવામાં આવનાર હતી પરંતુ પરવાનગી વગર બાંધકામ કરી દેવાતા ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બૌડા દ્વારા સરોવર કાઠીયાવાડી હોટલને સીલ કરી દેવામાં આવી હતી. પરંતુ આ હોટલને સીલ કરાયા બાદ લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે બૌડાના ધોરણો અને નિયમનાં કાટલાંઓ બદલાયા કરે છે. પરવાનગી વગરની ઘણી મિલકતો ભરૂચમાં આવેલ છે જેની સામે કાયદેસરની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો કેટલાક એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે બૌડા ખાતે લેતીદેતીનો રિવાજ અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.
Advertisement