બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ગત રાત્રી ના ૧૨.૩૦ વાગ્યા ની આસપાસ દહેજ ની ટોરેન્ટ ફાર્મા કંપની માં એટેન્ડન્ટ તરીકે નોકરી કરતા વિજય કુમાર ચંપક ભાઈ પટેલ રહે પાછલું ફળિયું ભુવા નાઓ નોકરી એ થી પરત આવતા હોય ભુવા ગામ ના પાટિયા પાસે મોઢા ઉપર રૂમાલ બાંધેલા આઠેક યુવાનોએ કાકા ક્યાં થી આવો છે એમ કહી વિજય કુમાર ના ખિસ્સા ફંફોસવા લાગેલ અને ખિસ્સા માંથી ૨૬૦૦ રૂપિયા રોકડા તેમજ ક્રેડિટ કાર્ડ લૂંટી લઇ ચપ્પુ બતાડી કોઈ ને કહ્યું તો જાન થી મારી નાખવાની ધમકી આપી હતી…અને ચારેય બાજુ થી ઘેરો નાખી ઉભા રહેતા વિજય ભાઈ ના મિત્ર આવી જતા બુમાબુમ કરતા લૂંટારુઓ મોટરસાયકલ લઇ ફરાર થયા હતા ….
વિજય ભાઈ ના મિત્ર એ ગામ જનો ને બોલાવી લૂંટારુઓ નો પીછો કરતા દશાન ગામ પાસે થી જેનિષ ભાઈ ઉર્ફે જેનું નરેશ ભાઈ મોદી ઉ વ ૨૨ રહે મોદી નગર.હાંસોટ રોડ અંકલેશ્વર તેમજ જયદીપ ભાઈ ઉર્ફે ભયલુ મહેશભાઈ ગીમિયા વસાવા ઉ આ ૧૭ રહે મંગલમૂર્તિ સોસાયટી જુના દિવા રોડ અંકલેશ્વર નાઓ પકડાઈ જતા સમગ્ર મામલા અંગે તાલુકા પોલીસ પહોંચી જતા પોલીસે આરોપીઓનો કબ્જો મેળવ્યો હતો….
જયારે સમગ્ર મામલા અંગે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી અન્ય ૫ થી વધુ આરોપીઓ ને ઝડપી પાડવા સાથે મુદ્દામાલ નો કબ્જો મેળવવા માટે ના ચક્રોગતિમાન કર્યાં હતા ….અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ-દહેજ રોડ પર અવાર નવાર બનતા લૂંટ ના બનાવો સામે પોલીસ પેટ્રોલિંગ સધન બનાવવા માં આવે તેવી ચર્ચા એ પણ આ ઘટના બાદ થી ગામ માં જોર પકડ્યું હતું..
હારૂન પટેલ


