વનવિભાગ, ભરૂચ અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચના સંયુક્ત ઉપક્રમે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી ૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન ભરૂચ જિલ્લામાં કરવામાં આવી. સપ્તાહ દરમિયાન શાળાના બાળકો વન્ય પ્રાણીઓ વિશે માહિતી મેળવે અને જાગૃતિ આવે તે પ્રકારના કાર્યક્રમોનું ઓનલાઈન આયોજન કરાયું હતું. તાજેતરમાં ભરૂચ જિલ્લાની શાળાઓના શિક્ષકો અને આર્ચાયો માટે ઓનલાઈન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંગેની માહિતી વનવિભાગ અધિકારી શ્રીમતી ભાવના દેસાઈ તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી અરવિંદભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લાની શાળા, કોલેજો અને દરેક વર્ગના લોકોમાં વન્યપ્રાણી જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન ઓનલાઈન કરવામાં આવ્યું હતું. જેમાં ક્વિઝ, ચિત્રસ્પર્ધા, ગોષ્ઠિ, વકતૃત્વ સ્પર્ધા, ફિલ્મ જોવી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં આખા દેશમાંથી બાળકો, યુવાનોએ ભાગ લીધો હતો અને વન્ય પ્રાણીઓના સંરક્ષણ, સંવર્ધન અને વિકાસ માટે પોતાના વિચારો કૃતિઓ, ચિત્રો અને મંતવ્યો દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ અને પ્રમુખ સંગીતાબેન ધોરાવાલાના પ્રયત્નોથી વન્યજીવ સંરક્ષણ સપ્તાહની સફળતા પૂર્વક ઉજવણી કરાઈ હતી.
ભરૂચ વનવિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી.
Advertisement