રાષ્ટ્રીય પોસ્ટ સપ્તાહની શરૂઆત તા.9-10 થી શરૂ કરવામાં આવી હતી. આ બાબતે ભરૂચ તથા નર્મદા જીલ્લાની વડી પોસ્ટઓફિસ કે જે લાલબજાર ભરૂચ ખાતે આવેલ છે ત્યાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુપ્રિટન્ડન્ટ ઓફ ભરૂચ ડીવીઝનનાં સુપ્રિટન્ડન્ટ એસ.કે.પાંડેએ પોસ્ટ અંગેની વિગતો આપી હતી ખાસ કરીને તેમણે જણાવ્યુ હતું કે કોરોનાનાં સમયગાળા દરમિયાન પોલીસ વિભાગ દ્વારા ખૂબ મહત્વની કામગીરી કરવામાં આવી હતી. લોકડાઉનનાં સમયમાં લોકોનાં ઘરે-ઘરે દવા પહોંચાડવાથી માંડીને બેંકમાંથી આધારકાર્ડનાં આધારે પૈસા પહોંચાડવા અંગેની કામગીરી પોસ્ટઓફિસના કર્મચારીઓએ કરી ઉત્તમ સેવાઓ આપી હતી. ભરૂચ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ ભરૂચ અને નર્મદા જિલ્લામાં ખૂબ જ મજબૂત નેટવર્ક ધરાવે છે જે સંદેશાવ્યવહાર સહિત સમાજસેવા ઉપયોગી પણ કામ કરે છે. પોસ્ટ ઓફીસના કર્મચારીઓમાં ટપાલીથી માંડીને વિવિધ કર્મચારીઓનો સમાવેશ થાય છે કોરોના કાળ દરમ્યાન આવી સેવાઓનાં કારણે પોસ્ટ ખાતું વધુને વધુ મજબુત થઇ રહ્યું છે. આવનારા દિવસોમાં પણ વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે એમ પોલીસ ખાતાના સુપ્રિટન્ડન્ટ એસ.કે પાંડે જણાવ્યું હતું.
ભરૂચ : નેશનલ પોસ્ટલ સપ્તાહની શરૂઆત.
Advertisement