નવરાત્રિ મહોત્સવનાં આડે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે ત્યારે સરકારની હાલની ગાઈડલાઇન મુજબ કોરોના મહામારીનાં પગલે નવરાત્રિનાં જાહેરમાં સામૂહિક ગરબા યોજી શકાશે નહીં. સરકારની આ ગાઈડલાઇનનાં પગલે ખેલૈયાઓમાં નિરાશાનું વાતાવરણ ફેલાઈ ગયું છે એટલું જ નહીં પરંતુ માં અંબાની પ્રતિમાની સ્થાપના કરી શકશે એમ જાણવા મળેલ છે સાથે સાથે પ્રસાદનાં વિતરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આરતી કરવા માટે એક કલાકનો સમય આપવામાં આવ્યો છે. ત્યારે નવરાત્રિ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોની રોજગારી જોડાયેલી છે જેમાં કલાકારો અને ડેકોરેશન ઉપરાંત સાઉન્ડ લાઇટનાં કારીગરોનો પણ સમાવેશ થાય છે જે લોકોને 2020 માં રોજીરોટી મળી શકી નથી તેથી આ તમામની આર્થિક પરિસ્થિતી ખૂબ ખરાબ થઈ ગઈ છે. આ પરિસ્થિતિમાં નવરાત્રિ મહોત્સવ અંગે સરકારનો આ નિર્ણય ખેલૈયા માટે નિરાશાજનક સાબિત થશે એમ જણાય રહ્યું છે. ગુજરાતમાં આ વર્ષે નવરાત્રી, દશેરા, દુર્ગા પૂજા, દિવાળીની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ભરૂચ : ગરબાનાં ખેલૈયાઓમાં નિરાશાનું વાતાવરણ જાણો કેમ.
Advertisement