Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં આજરોજ 21 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2304 થઈ.

Share

ભરૂચ જિલ્લામાં આજે કોરોના પોઝિટિવ દર્દી 21 ઉમેરાતા જિલ્લાનો અત્યારસુધી કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 2300 ને વટાવી 2304 થયો હતો.
ભરૂચ જિલ્લામાં કોરોના તેજ ગતિએ વધી રહ્યો છે. આજે તા. 7/10/2020 ના રોજ બપોરના 4 વાગ્યાં સુધી જિલ્લામાં વધુ 21 દર્દી ઉમેરાયા હતા જેના પગલે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો જિલ્લામાં 2300 ને પાર કરી ગયો હતો અને કુલ કોરોના પોઝિટિવ 2304 થયા હતા. આ પરિસ્થિતિમાં ચોંકાવનારી એવી બાબત પણ સપાટી પર આવી છે કે ખુબ મોટી સંખ્યામાં કોરોના શંકાસ્પદ દર્દીઓ પોતાના ઘરમાં સારવાર લઇ રહ્યા છે આવા દર્દીઓ માત્ર ઓક્સિજન ઓછું થાય ત્યારે જ હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા જાય છે તેથી કોરોનાના શંકાસ્પદ અને પોઝિટિવ દર્દી જિલ્લામાં કુલ કેટલા છે તેનો ચોક્કસ આંકડો જાણવો અતિ મુશ્કેલ બાબત છે.

Advertisement

Share

Related posts

વડોદરા: મહારાષ્ટ્રથી આવેલા 3 લોકો કોરોનો પોઝિટિવ નીકળ્યા

ProudOfGujarat

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા ભરૂચ GEB અધિક્ષકને આવેદનપત્ર પાઠવાયું…

ProudOfGujarat

રાજકોટની ગોઝારી ઘટના બાદ ભરૂચ ફાયર તંત્ર સફાળું જાગ્યું, સરકારની સૂચના અન્વયે ફાયર સેફટી નું નિરીક્ષણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!