નર્મદા નદી પર ગોલ્ડનબ્રિજની સમાંતર નવો બ્રિજ તૈયાર થતો હોવાથી વાહનો માટે ડાયવર્ઝન આપવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભરૂચ કલેકટર એમ.ડી. મોડિયાએ તા.12/10/2020 થી તા.10/11/2020 સુધી અમલમાં રહે તેવું જાહેરનામું બહાર પાડ્યું છે. જે વાહનો માટે ડાયવર્ઝન આપવા અંગેનું જાહેરનામું છે.જેની વિગત જોતા શીતલ સર્કલથી એ.બી.સી સર્કલ સુધી જતા વાહનોએ કસક સર્કલ થઈ ઝાડેશ્વર તરફ જતા મુખ્ય રોડ પરથી ઝાડેશ્વર ચોકડી થઈ એ.બી.સી. સર્કલથી એસ.ટી ડેપો પહેલા આવતા ભારત પેટ્રોલિયમ સુધી જઈ શકાશે અને ત્યાંથી યુ ટર્ન લઇ શકાશે એમ જાહેર નામામાં જણાવ્યું છે.
જયારે એ.બી.સી. સર્કલથી શીતલ સર્કલ તરફ આવતા વાહનો માટે જાહેરનામામાં જણાવ્યા અનુસાર એ. બી. સી સર્કલથી શીતલ સર્કલ તરફ આવતા વાહનો એસ.ટી ડેપો પહેલા આવતા ભારત પેટ્રોલિયમ પેટ્રોલ પંપ સુધી આવી શકશે અને ત્યાંથી યુ ટર્ન લઇ પરત થશે.
જયારે એ. બી. સી. સર્કલથી નર્મદા ચોકડીથી ઝાડેશ્વર ચોકડીથી મુખ્ય રોડથી કસક સર્કલ સુધી આવી શકાશે એમ જાહેરનામામાં જણાવાયું છે. જ્યારે ભોલાવ રેસ્ટ હાઉસથી શક્તિનાથ સર્કલ જવા શ્રવણ ચોકડી થઈ જવુ પડશે તેમજ શક્તિનાથ સર્કલથી ભોલાવ રેસ્ટ હાઉસ આવવા પણ શ્રવણ ચોકડી થઇ વાહનોએ અવરજવાર કરવાની રહેશે. જોકે એમ્બ્યુલન્સ જેવા વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહીં. તેમજ બ્રિજના બાંધકામ સાથે સંકળાયેલ વાહનો ને પણ આ જાહેર નામું લાગુ પડશે નહીં એમ જણાવાયું છે
ભરૂચ : નર્મદા નદી પર ગોલ્ડનબ્રિજની સમાંતર નવા બ્રિજની કામગીરીનાં પગલે ડાયવર્ઝન આપવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, જાણો શું ?
Advertisement