Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ખુશ્બુ પાર્કના બંધ મકાનને નિશાન બનાવી રૂ! ૫૫,૦૦૦ ની ચોરી

Share

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ખુશ્બુ પાર્કમાં રહેતા મકાન માલિક અમદાવાદ જતા બંધ ઘરને નિશાન બનાવી તસ્કરો રોકડા અને સોનાના દાગીના મળી કુલ રૂ! ૫૫,૦૦૦ નો મુદ્દામાલનો હાથ ફેરો કરી જતા ચકચાર મચી જવા પામી હતી.

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ખુશ્બુ પાર્કમાં ૧૮ નંબરના મકાનમાં રહેતા સદાક શેખ પરિવારજનો સાથે બહાર ગામ ગયા હતા. તે દરમ્યાન તેમને મેસેજ મળ્યો હતો કે તેમના ઘરનું તાળું તૂટેલ છે અને ચોરી થઇ છે તેના પગલે પરત ભરૂચ દોડી આવ્યા હતા.

Advertisement

ઘરે આવી તપાસ કરતા ઘરમાંથી રોકડા ૧૭,૦૦૦ તેમજ સોનાની બંગાળી અને ત્રણ વીંટી ઉપરાંત ત્રણ ઘડિયાળો મળી અંદાજે રૂ! ૫૫૦૦૦ નાં મુદ્દામાલની ચોરી થયાનું માલુમ પડતા આ અંગે ભરૂચ બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની તપાસની તજવીજ હાથ ધરી હતી.


Share

Related posts

છોટાઉદેપુરના છુછાપુરા નજીક બસ અને કાર વચ્ચે અકસ્માતમાં 4 નાં મોત : કારના દરવાજા તોડીને મૃતદેહો બહાર કઢાયા.

ProudOfGujarat

માંગરોળના બોરીયા ગામે જિલ્લા ભાજપ સંગઠનના નવા વરાયેલા મંત્રી સીતાબેન ચૌધરીનો સન્માન સમારંભ યોજાયો

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 26 કોરોના પોઝીટિવ દર્દી આવતા કુલ સંખ્યા 1122 પર પહોંચી.

ProudOfGujarat
error: Content is protected !!