ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે જીમ કમ યોગા સેન્ટરનું ઓનલાઇન ખાતર્મુહત ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ તરફથી નગરપાલિકાઓને ફાળવેલ ૧૦૫ કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી સમગ્ર રાજ્યમાં મોટા પ્રમાણમાં વિકાસના કાર્યોનો શુભારંભ તથા પૂર્ણ થયેલ વિકાસ કાર્યોનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓનલાઇન માધ્યમથી કર્યું હતું. તે પૈકી ભરૂચ નગરપાલિકાને ફાળવેલ ગ્રાન્ટમાંથી રૂપિયા ૫ કરોડના ખર્ચે ભરૂચ શહેર અને જિલ્લાની જનતા માટે આધુનિક સુવિધાથી સજ્જ જીમ કમ યોગા સેન્ટર/સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ઈ-ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીએ કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા કલેકટર ડો.એમ ડી મોડીયા, સુરભીબેન તમાકુવાલા પ્રમુખ ભરૂચ નગરપાલિકા, ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ યોગેશભાઈ પટેલ, ભરૂચ ભાજપ જિલ્લામાં મહામંત્રી ધર્મેશભાઈ ભટ્ટ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તથા તે બાદ વિધિવત ખાતમુહૂર્ત પણ જે.બી.મોદી પાર્કની બાજુની જગ્યાએ કરાવી એક સુંદર શુભારંભ અવસરનો સાક્ષી બન્યા હતા અને ભરૂચવાસીઓને ધ્યાન-યોગા-વ્યાયામ દ્વારા ઉત્તમ સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.
ભરૂચનાં પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે “જીમ કમ યોગા સેન્ટર” નાં ખાતમુહૂર્તનો ઓનલાઇન કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રીનાં વરદ હસ્તે કરવામાં આવ્યો.
Advertisement