ગેલાની કુવા વિસ્તારમાં 15 ઝુંપડા તોડી પાડવા સીટીસર્વેનાં અધિકારી નોટિસ ફટકારતા સ્થાનિકોએ કચેરીએ જઇ આક્રોશ વ્યક્ત કરવા સાથે તંત્ર પર ભેદભાવભરી નીતિ રાખવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. ભરૂચનાં ગેલાની કુવા વિસ્તાર નજીક રહેતા 15 જેટલા ગરીબ પરિવારોને સીટીસર્વે ઓફિસ દ્વારા તેમના ઝૂંપડાઓ સરકારી જમીન પર હોવાનું જણાવી આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા અંગે નોટીસ પાઠવવામાં આવી હતી. જેના પગલે સ્થાનિકો પાલિકાના વિપક્ષના દંડક અને સ્થાનિક પાલિકા સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાની આગેવાનીમાં ભરૂચ સીટીસર્વે ઓફીસ પર પહોંચી આક્રોશ વ્યક્ત કરી બાપદાદાના સમયથી તેવો અહીં રહેતા હોવાનું જણાવી તંત્ર દ્વારા ભેદભાવભરી નીતિ અપનાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરી રહ્યા હતા. સ્થાનિકો આ મુદ્દે પોતાના હક્ક માટે ઉગ્ર લડતની પણ ચીમકી ઉચ્ચારી હતી.
આ મામલે સીટીસર્વે સુપ્રીટેન્ડટ જણાવી રહ્યા હતા કે આ પ્રક્રિયા કોવિડના કારણે મુલતવી રાખવામાં આવી હતી. આ સરકારી જમીન હોવાથી ત્યાંના રહીશોને માલિકી અંગેના જરૂરી દસ્તાવેજો રજૂ કરવા તેમને જણાવાયું છે તે કામગીરી જ આજે કરાઈ રહી છે. વર્ષોથી રહેતા હોવાથી માલિકી હક્ક મળતો નથી. આગામી દિવસોમાં ગેલાની કુવા વિસ્તારના આ રહીશો દ્વારા તંત્રની નીતિ રીતિ સામે ઉગ્ર આંદોલન કરે તેમ લાગી રહ્યું છે.
ભરૂચનાં ગેલાની કુવા વિસ્તારનાં ઝુંપડાવાસીઓને સીટીસર્વેની નોટીસથી આક્રોશ : સ્થાનિકોએ કચેરીમાં હંગામો કર્યો.
Advertisement