ભરૂચ જીલ્લામાં સાયબર ક્રાઇમનાં બનાવો ઉતારોત્તર વધી રહ્યા છે ત્યારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા પણ યશસ્વી કામગીરી કરવામાં આવી રહી છે. ભરૂચ જીલ્લા પોલીસવડાનાં માર્ગદર્શન અને સૂચનાથી એલ.સી.બી. પોલીસનાં પી.આઇ. જે.એન. ઝાલા તથા પી.એસ.આઇ. એ.એસ.ચૌહાણનાં માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલ દ્વારા જુદા જુદા ચાર અરજદારનાં રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર થઈ ગયા હતા જે પૈકી બે બનાવમાં અરજદાર દ્વારા Google.com વેબસાઇટ ઉપરથી કસ્ટમર કેરનો નંબર સર્ચ કરેલ જે નંબર ફેક નીકળતા અરજદાર સાથે છેતરપિંડી થઈ હતી. જયારે બીજા બે બનાવોમાં સામાવાળા દ્વારા અરજદારને પેટીએમ અને ફોન પે ઉપર કેશબેક મળવા અંગેનું નોટિફિકેશન મોકલેલ જે નકલી નીકળેલ જેથી અરજદારનાં નાણાં ટ્રાન્સફર કરી લીધા હતા. જેથી અરજદારે તાત્કાલિક સાઇબર સેલનો સંપર્ક કરતા સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આ બનાવમાં ભોગ બનનાર અરજદારને કુલ રૂ.39,999 પરત મેળવી આપ્યા હતા.
ભરૂચ : નાણાંકીય છેતરપિંડીનાં બનાવમાં ભોગ બનનારનાં રૂ.39,999 પરત મેળવી આપતી સાયબર ક્રાઇમ સેલ.
Advertisement