Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નજીક નર્મદા નદીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો.

Share

આજરોજ ભરૂચથી અંકલેશ્વર તરફના છેડે નર્મદા નદીમાંથી એક યુવાનનો મૃતદેહ પાણીમાં તરતી હાલતમાં જોવા મળ્યો હતો. આ યુવાનનું નર્મદા નદીમાં ડૂબી જવાનાં કારણે મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે એક સુસાઇડ નોટ પણ મળી આવેલ છે જેમાં જણાવ્યા અનુસાર આ યુવાનનું નામ નરેશ રમણભાઈ પરમાર હોવાનું લખ્યું છે તથા 23, ભગવતી સોસાયટી, સાણંદનો રહેવાસી હોવાનો ઉલ્લેખ કરેલ છે અને મોબાઈલ નંબર પણ લખેલ છે અને તેને તેના નામની સહી પણ કરેલ છે.
સુસાઇડ નોટમાં ઉલ્લેખ અનુસાર નરેશ પરમારએ જીવનથી કંટાળીને હારીને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળે છે અને પોતાના મોત માટે કોઈપણ વ્યક્તિને જવાબદાર ગણવો નહીં તેમ જણાવ્યુ છે તથા પોતાને માફ કરવા પણ જણાવ્યુ છે. નર્મદા નદીમાં લાશ જોતાં સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : ઉમલ્લા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન અને ગ્રામ પંચાયતને સેનેટાઇઝ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : કસક ગરનાળું બંધ રહેતા ભૃગુઋષિ બ્રિજ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ.

ProudOfGujarat

ઝઘડિયા ખાતે અંબેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!