ભરૂચ અને નર્મદા જીલ્લામાં કાર્યક્ષેત્ર ધરાવતી દૂધધારા ડેરીનાં પ્રમુખ પદે ધનશ્યામભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે મહેશભાઈ વસાવાની વરણી કરવામાં આવી હતી. આ અગાઉ દૂધધારા ડેરીનાં ડિરેકટરોની ચૂંટણી યોજાય હતી જે ચૂંટણીમાં ધનશ્યામભાઈ પટેલનાં ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. માત્ર જંબુસર બેઠક પર ચૂંટણી યોજાઇ હતી.
આ તમામ ડિરેકટરની ચૂંટણી અને વરણી યોજાઇ ગયા બાદ આજરોજ દૂધધારા ડેરી ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી એસડીએમની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. જેમાં સર્વાનુમતે દૂધધારા ડેરીનાં પ્રમુખ પદે સતત ચોથીવાર ધનશ્યામભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે બીજીવાર મહેશભાઇ વસાવાને વિજેતા જાહેર કરાયા હતા. નવા નિમાયેલા પ્રમુખ ધનશ્યામભાઈ પટેલે જણાવ્યુ હતું કે સતત દૂધધારા ડેરીનાં પ્રમુખ તરીકે કામ કરવાની તક મળી છે તેથી ભરૂચ અને નર્મદા જીલ્લાનાં છેવાડાનાં દૂધ ઉત્પાદકોને તમામ સરકારી લાભો મળે તેવા કાર્યો કરવામાં આવશે. જયારે ઉપપ્રમુખ મહેશભાઇ વસાવાએ પણ ડેરીનાં ઉપરોકત વિકાસ અંગે પોતાના યોગદાનની ખાતરી આપી હતી. આ પ્રસંગે દૂધધારા ડેરીનાં ડિરેકટર તેમજ અગ્રણીઓએ નવા નિમાયેલ પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છાઓ આપી હતી.
ભરૂચ દૂધધારા ડેરીનાં પ્રમુખ પદે ધનશ્યામભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે મહેશભાઇ વસાવાની નિમણૂક કરવામાં આવી.
Advertisement