ભરૂચનાં કતોપોર ઢોળાવ વિસ્તારમાં વર્ષોથી રવિવારી બજારનું આયોજન થાય છે. જ્યાં જીલ્લાનાં તથા આજુબાજુનાં જીલ્લાનાં વેપારીઓ ધંધા રોજગાર અર્થે આવે છે ત્યારે ગ્રાહકો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. રવિવારી બજારમાં નાની વસ્તુથી માંડીને મોટી વસ્તુ મળતી હોય છે ત્યારે ભરૂચ નગરનાં વિવિધ માર્ગો પર માસ્ક વગર ફરતા લોકોને દંડ કરતી ભરૂચની પોલીસને રવિવારી બજારમાં માસ્ક વગર બેસતા વેપારીઓ અને ગ્રાહકો જણાતા નથી એમ લાગી રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ પણ આ વિસ્તારમાં જળવાતું ન હોવાથી પોલીસતંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. રવિવારી બજારમાં જો કોરોનાનો ચેપ લાગે તો સમગ્ર જીલ્લા અને આજુબાજુનાં જીલ્લાઓમાં રોગ પ્રસરે તેવી સંભાવના હોવા છતાં રવિવારી બજારમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ધારણ કરવાના નિયમો અંગે પોલીસતંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી.
Advertisement