વાલ્મીકિ સમાજ અને દલિત સમાજ દ્વ્રારા તાજેતરમાં હાથરસ અને રાપર જેવા વિસ્તારોમાં દલિતો પર થયેલ અમાનુષી અત્યાચારને વખોડી આ બનાવમાં જીવ ગુમાવનાર મનીષાબેન અને વકીલ દેવજીભાઇનાં ફોટા પર હાર પહેરાવી નગરપાલિકા ખાતે શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
ત્યારબાદ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ દલિતો પર થયેલ હુમલાઓ અને આ હુમલામાં જીવ ગુમાવનાર યુવતીને શ્રદ્ધાંજલી આપી આવા હિંસક બનાવમાં સંડોવાયેલાને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સાથે જ કેટલાક અધિકારીઓએ દ્વ્રારા પણ કાયદાની વિરુદ્ધ જઇ હાથરસ અને અન્ય જગ્યાઓમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આવા અમલદારો સામે પણ કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં ખૂબ મોટા પ્રમાણમાં દલિતો પર અત્યાચારનાં બનાવો વધી ગયા છે. તે અંગે જો કડક હાથે કામ નહીં લેવાય તો આંદોલનની ચીમકી આપવામાં આવી હતી.
ભરૂચમાં વાલ્મીકિ સમાજ અને દલિત સમાજ દ્વારા નગરપાલિકા ખાતે હાથરસ અને રાપર બનેલ ઘટનાનાં વિરોધમાં આવેદનપત્ર આપી મૃતકને શ્રદ્ધાંજલી આપવામાં આવી.
Advertisement