ભરૂચ જિલ્લામાં દિન-પ્રતિદિન બેકારી ની સમસ્યા વધી રહી છે વિવિધ કંપનીઓ દ્વારા ત્રણ શીપ ની જગ્યાએ બે શીપ કરવામાં આવી રહી છે. જેના પગલે કામદારોને છૂટા કરવામાં આવી રહ્યા છે. કંપનીઓના જણાવ્યા પ્રમાણે બજારોમાં મંદી અને મોંઘવારી ને કારણે માંગમાં ઘટાડો થઈ રહ્યો છે. જેના પગલે ઉત્પાદન ઘટાડવું અથવા બંધ કરવું પડ્યું છે. જેના કારણે બે શિફ્ટ કરવામાં આવી રહી છે. તેથી કામદારો ફાજલ પડી રહ્યા છે તો તે સાથે બજારોમાં કાપડની દુકાનો થી માંડીને તમામ દુકાનદારો માં ગ્રાહકો જણાતા ન હોવાથી દુકાનદારો છોકરાઓને છુટા કરાઈ રહ્યા છે આમ દરેક ક્ષેત્રે બેકારી વધી રહી છે ત્યારે ગુનાખોરી એટલે કે ઘરફોડ ચેારી અને અન્ય બનાવવો પડે તેવી સંભાવના છે.
Advertisement