Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં નબીપુર ગામનું ગૌરવ સત્ય માટે કરબલાનો જંગ..!! બીજો નંબર આવ્યો જિલ્લાનો આ યુવાન જાણો વધુ…!!!

Share

લોક સેવા અર્થે ગુજરાતભરમાં કાર્યરત સેવાભાવી સંસ્થા મોહદ્દીસે આઝમ હીન્દ મિશન દ્વારા રેલ સંકટ દુષ્કાળ અને પર્યાવરણના પ્રકોપ વચ્ચે જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ થવાનું ભગીરથ કાર્ય કરી રહી છે હાલ મોહદ્દીસે આઝમ મિશન દ્વારા રાજ્ય કક્ષાએ “સત્ય માટે કરબલાનો જંગ”વિષય ઉપર સીમિત શબ્દોમા નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં રાજ્ય કક્ષાએ 513 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સદર સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ નિર્ણાયક સમિતિ દ્વારા ગતરોજ પરિણામ જાહેર કરતા પ્રથમ ક્રમાંકે જુનાગઢનો ઈમ્તિયાઝ ભાઈ તેમજ દ્વિતીય ક્રમે નબીપુર ગામના અદનાન મુસ્તાક હાફેજીનાઓ વિજેતા ઘોષિત કરાયા હતા. મોહદ્દીસએ આઝમ મિશન દ્વારા વિજેતાઓને અનુક્રમે રૂપિયા 10,000 તેમજ રૂપિયા 5,000 રોકડ પુરસ્કાર અપાયો હતો સાઉથ આફ્રિકાની વેન્ડા સ્થિત નબીપુરની કમિટી દ્વારા પણ અદનાન હાફેજીને રૂપિયા 2000 પુરસ્કાર એનાયત કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અદનાન હાફેજી હાલ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં 94 પર્સન્ટાઈલ તેમજ ગુજકેટની પરીક્ષામાં 82 પર્સન્ટાઈલ સાથે ઉત્તીર્ણ થયા છે. તેમની આ સિદ્ધિ બદલ તેના પરિવારજનો તથા ગામમાં ખુશીનું મોજું પ્રવર્તી જવા પામ્યું છે.

Advertisement

Share

Related posts

નિ:શુલ્ક હેલ્થ કેમ્પ : જેસીઆઇ ભરૂચ દ્વારા જય અંબે સ્કુલ, ભોલાવ ખાતે મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયુ.

ProudOfGujarat

દાહોદમાં પરંપરાગત રીતથી દાલ પાનિયા બનાવતા મેનપુરના દિનેશભાઇ રાઠોડ

ProudOfGujarat

ગોધરા : ડીપ્લોમા અને ડીગ્રી ઉમેદવારો માટે એન્જીનીયરીંગ કોલેજ ખાતે ખાસ ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!