ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે ઓનલાઈન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા પરના ગાંધીવાદી વિચારો વિષય ઉપર તજજ્ઞોએ પ્રકાશ પાડ્યો હતો.
ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા સમયાંતરે વિવિધ વિષયો ઉપર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવે છે ત્યારે તા 2 જી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે સાંપ્રત સ્થિતિને ધ્યાનમાં રાખી ઓનલાઈન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા પરના ગાંધીવાદી વિચારો વિષય ઉપર યોજાયેલ ગોષ્ઠીમાં ઇનોવેશન સ્ક્રીમિંગ કમિટીના પૂર્વ કો ચેરમેન અને નીતિ આયોગના સભ્ય તુલસી તિવારી તેમજ ફાઇનાન્સિયલ એડવાઇઝર ડી. બાલાસુભ્રમણ્યમએ માનનીય પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમની શરૂઆત કરતાં પ્રમુખ હરીશ જોષીએ ગાંધીજીના સંસ્મરણો યાદ કર્યા હતા અને દાંડીયાત્રા દરમિયાન ગાંધીજી ભરૂચ આવ્યા હતા તેના અવિસ્મરણીય ફોટોગ્રાફ્સનું નિદર્શન કર્યું હતું.
તજજ્ઞ તુલસી તિવારીએ ગાંધીજીના મતે ભારતની ઈકોનોમી કેવી હોવી જોઈએ અને ગામડાના નાનામાં નાના માણસ સુધી ગ્રોથ કેવી રીતે પહોચી શકે તે માટેનું માનનીય પ્રવચન આપ્યું હતું. તેઓએ જણાવ્યુ હતું વિકાસ એ રીતે હોવો જોઈએ જેથી ગામડાનો વ્યક્તિ પણ ગામડું છોડી શહેર તરફ દોટ ન મૂકે. ફાઇનાન્સિયલ એડવાઈઝર ડી. બાલાસુભ્રમણ્યમે પી.એન તેઓની વાતમાં સમર્થન કર્યું હતું અને શહેર તેમજ ગામડાનો વિકાસ કેવી રીતે થઈ શકે તે માટેની એક નાની ફિલ્મ દર્શાવી હતી. જેમાં શહેર તેમજ ગામડાનો સરખો વિકાસ થાય જેથી શહેરમાં વસ્તીનો વિસ્ફોટ ન થાય અને ગામડાઓ ખાલી ન થાય તે પ્રકારની વ્યવસ્થા અંગે સમજ આપી હતી. કાર્યક્રમનું સંચાલન સૌરભ કાયસ્થે કર્યું હતું આભાર વિધિ બીડીએમએ ના સેક્રેટરી મહેશ વશીએ કરી હતી.