તા.4/10/2020 નાં રવિવારનાં દિવસે વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે દેશભરનાં મોટા નગરો અને ગામોમાં વિશ્વ પ્રાણી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે પ્રાણી જીવદયાને મહત્વ આપવામાં આવે છે. જેથી મટન શોપ, પોલ્ટ્રી શોપ, મચ્છીનું વેચાણ તેમજ માસ, મટન, ઈંડા, ચિકન ટૂંકમાં કોઈ પણ પ્રકારનાં પ્રાણીઓનાં કતલ તથા વેચાણ પર એક દિવસ માટે એટલે કે તા.4-10-2020 નાં દિવસ પૂરતું પ્રતિબંધ મૂકવામાં આવે છે પણ ભરૂચ જીલ્લાનું તંત્ર પ્રાણીઓ તરફ જીવદયાની ભાવના દર્શાવી આવો પ્રતિબંધ લાદશે ખરો તેવી ચર્ચા જીવદયા પ્રેમીઓમાં થઈ રહી છે.
Advertisement