Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : લિંક રોડ પર મોડી રાત્રીનાં સમયે કારમાં આગ લાગતાં ભયનો માહોલ સર્જાયો હતો.

Share

ભરૂચ જીલ્લામાં છેલ્લા 15 દિવસથી અનેક જગ્યાએ અગમ્ય કારણોસર વાહનમાં આગ લાગવાની ઘટના વધી રહી છે. 15 દિવસમાં આવા 7 બનાવો બની ચૂકયા છે. તેમ છતાં સદભાગ્યે હજી કોઈ વ્યક્તિનો જીવ ગયો નથી. ભરૂચનાં મકતમપુર વિસ્તારમાં એક મારૂતિ વાનમાં આગ લાગી હતી ત્યારથી આવા બનાવો શરૂ થઈ ગયા છે. ત્યારે હાલમાં ગઇકાલે લિંક રોડ પર મોડી રાત્રિનાં સમયે રોડ પર ચાલુ કારમાં અગમ્ય કારણોસર આગ લાગતાં દોડધામનો માહોલ સર્જાયો હતો. પરંતુ આ કારમાં એક જ કુટુંબનાં 4 વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. ફાયરબ્રિગેડ દ્વારા સમયસર ઘટના સ્થળે પહોંચી જતાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. પરંતુ ભરૂચ જીલ્લામાં આવા અગમ્ય કારણોસર આગ લાગવાના બનાવો એક પછી એક બની રહ્યા છે જે ચિંતાનો વિષય છે.

Advertisement

Share

Related posts

યોગેશ્વર નગર સારંગપુરમા દારુ પકડાયો : આરોપીઓ ફરાર

ProudOfGujarat

લીંબડીમાં એસ.ટી ના ચાલકે વૃદ્ધના પગ પર બસ ફેરવતા ઇજાગ્રસ્ત

ProudOfGujarat

ભરૂચ શહેરમાં નગરપાલિકા નજીક અંડરગ્રાઉન્ડ કેબલમાં ગઈ કાલના સવારે ૭:૪૦ કલાકે વીજ પુરવઠા માં ફોલ્ટ થતા ૨૪ કલાક થઈ ગયા બાદ પણ વીજ પૂરવઠો ન મળતા કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!