આજરોજ ભરૂચ ખાતે સમાજ કલ્યાણ, નશાબંધી તેમજ આબકારી વિભાગનાં સંયુકત ઉપક્રમે નશાબંધી સપ્તાહ કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જેના ઉપક્રમે એક રથનું પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રથ ગામડે ગામડે ફરીને સમગ્ર જીલ્લાનાં તાલુકાઓમાં ફરીને લોકોને વ્યસન કરવાથી કેવા કેવા નુકસાન થાય છે તથા લોકોને વ્યસનમુકત બનાવવા પ્રયત્નો કરશે.
આ નશાબંધી સ્પ્તાહના કાર્યક્રમ ગાયત્રી પરિવાર તેમજ વ્યસનમુક્તિ સાથે જોડાયેલ NGO આ કાર્યક્રમને સફળ બનાવવા સદભાગી થશે અને ખાસ કરીને જે સ્લમ વિસ્તારો છે તે લોકોને સ્વયંસેવકો વ્યસન નાં કરવાનું સમજાવશે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાનશ્રી નગર પાલિકા ભરૂચના ચીફ ઓફીસર શ્રી સંજયભાઈ સોની દ્વારા નશા મુકત ભારત અભિયાન રથને હરી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવેલ. આ રથ તા.૦૨/૧૦/૨૦૨૦ થી તા.૦૮/૧૦/૨૦૨૦ સુધી ભરૂચ જિલ્લાના તમામ તાલુકામાં ફરીને નશા મુક્તિ અંગે લોકો માં જાગૃતિ આવે તે અંગે કાર્યક્રમ કરશે.
ભરૂચ : નશાબંધી વિભાગ દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી.
Advertisement