બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ બપોર ના સમયે ભરૂચ માં નેશનલ હાઇવે ૮ ઉપર આવેલ અતિથિ હોટલ ની પાછળ ના ભાગે રબર ફેકરી માં અચાનક ભીષણ આગ લાગતા કંપની કર્મચારીઓ માં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો…..
ધુમાડા ના ગોટેગોટા એક સમયે કંપની ઉપર ની છત ઉપર થી નીકળતા કર્મચારીઓ ના જીવ તાળવે ચોંટી ગયા હતા બનાવ અંગે ની જાણ ભરૂચ નગર પાલિકા અને જી એન એફ સી ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર કર્મીઓ એ તાત્કાલિક લાઇ બમ્બા સાથે ઘટના સ્થળે દોડી જઈ કંપની કર્મચારીઓ ને સલામત સ્થળે ખસેડી આગ ઉપર ગણતરી ના સમય માં કાબુ મેળવ્યો હતો…..
અત્રે ઉલ્લેખનીય છે કે રબર કંપની માં આગ લાગવાની ઘટના ના પગલે કંપની માં રહેલ માલ સામાન બડી ને ખાખ થઇ ગયો હતો. જયારે સમગ્ર ઘટના માં કોઈ જાનહાની થવા પામી ન હતી…
હારૂન પટેલ



