Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : પોતાની જમીન પાછી મેળવવા એક ખેડૂતે જાહેરમાં ન્યાયની ભીખ માંગી.

Share

આજરોજ સત્યનાં પૂજારીઓ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે એક ગરીબ ખેડૂતે પોતાની જમીન છેતરપિંડી કરી લોકોએ વેચી દીધી હોવાના પગલે ન્યાય મેળવવા માટે ભીખ માંગી હતી. આ અંગેની વિગત જોતાં ચંદુભાઈ ધનજીભાઇ રોજાહરા રહે. વિશ્વનાથ ટાઉનશીપ તુલસીધાં રોડ ભરૂચનાં જણાવ્યા મુજબ સુરત જીલ્લાનાં કામરેજ તાલુકાનાં વલથાન ગામના ડાહ્યાભાઈ છગનભાઇ દેસાઇ, ઈશ્વરભાઈ રણછોડભાઈ દેસાઇ, દિનેશભાઇ ખંડુંભાઈ દેસાઇ તમામ રહે. વલથાન તા.કામરેજ સુરત આ બધાએ મળીને બોગસ દસ્તાવેજ ઊભા કરી છેતરપિંડી કરી ચંદુભાઈ રોજાહરાની જમીન વેચી દીધી છે. જે અંગે ચંદુભાઈ રોજાહરા દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની જંગ ખેલાઈ રહ્યો છે. જે અંગે સત્યના માર્ગે ચાલવા ગાંધી જયંતિ નિમિત્તે ચંદુભાઈ રોજાહરાએ ડૉ.બાબાસાહેબ આંબેડકરનાં સ્ટેચ્યુ પાસે જાહેરમાં દેખાવ કરી ન્યાયની ભીખ માંગી હતી.

Advertisement

Share

Related posts

તવરા પાંચ દૈવી ના પરચા ગુજરાતી પીચર નું લોન્ચિંગ કરાયું

ProudOfGujarat

ખેડા : માતરના ખેડુતનું ૨૬ મી જાન્યુઆરી ના રોજ જિલ્લા કક્ષાએથી સન્માન કરાશે

ProudOfGujarat

ટાઈટેનિક જોવા નીકળેલા 5 અબજપતિઓના મૃત્યુ, સબમરીનનો કાટમાળ દેખાયાની થઈ પુષ્ટી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!