Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : રાજ્યસભાનાં સાંસદ અહમદભાઈ પટેલને કોરોના પોઝિટિવ આવતા હોમ આઇસોલેટ થયા.

Share

રાજ્યસભાના સાંસદ અહમદભાઇ પટેલ કોરોના પોઝિટીવ આવતા તેમના કાર્યકરોમાં ચિંતાની લાગણી ફેલાઇ હતી અને તેમના જલદી સાજા થાય તે માટેની પ્રાર્થના કરી હતી.
સાંસદ અહમદભાઇ પટેલનો કોરોના રીર્પોટ પોઝિટીવ આવતા તેમને જાતે ટવિટર પર આ અંગે જાણ કરી હતી અને પોતાના સંર્પકમાં આવેલા લોકોને પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લેવાની સલાહ આપી હતી અને પોતે હોમ આઇસોલેટ થયા હતા. અહમદભાઇ પટેલને કોરોના પોઝિટીવ આવ્યાની જાણ અંકલેશ્વર સહિત ભરૂચ જીલ્લામાં થતા તેમના કાર્યકરોમાં ચિંતાની લાગણી ફેલાઇ હતી અને તેમના જલદી સાજા થાય તે માટેની પ્રાર્થના કરી હતી.
આ અંગે નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ભૂપેન્દ્ર જાની પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આપના સર્વેના નેતા અને રાહબર અહમદભાઇ કોરોનાને માત આપી જલદી સાજા થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. કોગ્રેસના પ્રવક્તા નાઝુભાઇ ફડવાલા એ જણાવ્યું હતું કે અહમદભાઇ જલદી સાજા થાય તે માટે તેમના માટે પ્રાર્થના કરીએ છીએ અને જલદી સાજા થઇ આપની વચ્ચે આવે તેવી શુભેચ્છા ભરૂચ જીલ્લાની પ્રજા તથા કોંગ્રેસના કાર્યકરોએ કરી છે.

Advertisement

Share

Related posts

નવસારી-ચીખલી તેમજ વાંસદા તાલુકાના કેલીયા ડેમ નજીકના ગામોમાં અનુભવાયા ભૂકંપના આંચકા…

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના પ્રાંકડ અને જુનીજરસાડ વચ્ચે માધુમતિ ખાડી પર પુલ બનાવવા માંગ.

ProudOfGujarat

સુરત : મહિલા TRB જવાનનુ ટ્રકની ટક્કરે મોત: પિતાએ પણ અકસ્માતમાં ગુમાવ્યો હતો જીવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!