ભરૂચ જીલ્લા યુવા કોંગ્રેસ અને સ્થાનિક લોકો દ્વારા આપવામાં આવેલ આવેદન પત્ર માં જણાવવા માં આવ્યું હતું કે ચૂંટણી પુરી થયાને હજુ એક મહિનો પણ નથી થયો એ પહેલા જ ભાજપે ભરૂચ ની જનતા ને હેરાનગતિ થાય તેવી નવા વર્ષ ની ભેટ આપી છે અને ઝાડેશ્વર ટોલટેક્સ ઉપર થી સ્થાનિક વાહનો પાસે ટોલ ઉઘરાવવા નું શરૂ કરાયું છે …માત્ર ૧૫ જ દિવસઃ માં ભાજપ ની સરકારે પોતાનું પોત પ્રકાશ્યું છે અને ભાજપ નો અસલી ચહેરો પ્રજા સામે ખુલ્લો પડ્યો છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા …..
વધુ માં જણાવવા માં આવ્યું હતું કે ભરૂચ ના વાહનો પાસે થી કર લેવામાં આવે છે જે ભરૂચ ના લોકો સાથે હળહળ તો અન્યાય છે તેમજ ભરૂચ ના વાહનો ને ટોલ માંથી મુક્તિ મળશે તેવો લોલીપોપ ભરૂચ ની સ્થાનિક ભાજપ ની નેતાગીરી એ ચૂંટણી પૂર્વે આપ્યો હતો ….પરન્તુ ભરૂચ ટોલ નાકા પર ભરૂચ ના વાહનો પાસે થી ટોલ ઉઘરાવવા નું જાહેર નામુ આજ થી ૪-૫ મહિના અગાઉ જ જાહેર થયું હતું…પરન્તુ ચૂંટણી દરમિયાન નુકશાન ન જાય તે માટે આ જાહેરનામાં ને દબાવી રાખ્યો હોવાનો આક્ષેપો પણ કરાયા હતા …
અને વહેલી ટકે ટોલ ઉઘરાવવા નું બંધ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી યુવા કોંગ્રેસ ના કાર્યકરો અને સ્થાનિક વાહન ચાલકો એ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી આ પ્રસંગે જીલ્લા યુવા કોંગ્રેસ મહા મંત્રી ઝુલ્ફીકાર અલી સેયદ.ભરૂચ વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ નદીમ ભીખી.ઉપ પ્રમુખ નીકુલ મિસ્ત્રી સહીત ના કાર્યકરો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા …….
હારૂન પટેલ
Advertisement