Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ 108 એમ્બ્યુલન્સનાં કર્મચારીઓની પ્રમાણિકતા જાણો વધુ.

Share

પાલેજથી આમોદ રોડ પર દોરા ગામ પાસે એક કારનું અકસ્માત થયું હતું. જેની માહિતી પાલેજ 108 એમ્બ્યુલન્સને મળતા તે સ્થળ પર પહોંચી જઈ જોતા બે વ્યક્તિઓ પરવેઝભાઈ અને નઝીરબેન કારમાં ફસાયેલ હતા. જેઓ ગાડીની બહાર નીકળી શકે એવી હાલતમાં ન હતા તેથી 108 નાં પાઇલોટ ઈમ્તિયાઝભાઈ અને EMT ખુશ્બુબેન દ્વારા પહેલા મહિલાને ગાડીમાંથી બહાર કાઢી પ્રાથમિક સારવાર આપી હતી ત્યારબાદ બીજા ભાઈને જે ગાડીમાં વધુ ખરાબ રીતે ફસાઈ ગયા હોવાના કારણોસર બહાર નીકળી શકે એવી હાલતમાં ના હતા તેમને ૧૦૮ ની હેડ ઓફીસનાં ડોકટરની સલાહ મુજબ કારની અંદર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને તેમને વધુ સારવાર માટે જનરલ હોસ્પિટલ વલણ ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માત સમયે દર્દી પાસેથી 59 હજાર રોકડા, બેગ, 2 નંગ મોબાઈલ તથા બીજી ઘર વપરાશની ચીજ વસ્તુ જે મળી તે તેમના પરિવારને આપી માનવતાનું ઉત્તમ ઉદાહણરૂપ પૂરું પાડયું હતું. આમ 108 ની ટીમે પુનઃ એકવાર સારવારની સાથે માનવતાની મહેક પણ પ્રસરાવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાનાં વગુષણા નજીક એલ.પી.જી. ગેસ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયું હતું.

ProudOfGujarat

ડેડીયાપાડાના ડુમખલ ગ્રુપ ગ્રામ પંચાયતના ચોપડી ગામે આકાશી વીજળી પડતા 2 પશુના મોત નિપજ્યા.

ProudOfGujarat

આદિવાસી મસીહા છોટુભાઈ વસાવા પોતે કિંગ કે કિંગમેકરની ભૂમિકા ભજવશે ? જાણો ભરૂચ લોકસભાનું હાલનું રાજકીય ચિત્ર…

ProudOfGujarat

1 comment

Shekh sona October 1, 2020 at 2:07 pm

Good job khusbu medam a desh ne tamari Jevi chokri jove Che ke desh ni rasha kare ane khub abhar tamari Tim ne…

Reply

Leave a Comment

error: Content is protected !!