Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ નગરનાં ગડરિયાવાડ વિસ્તારમાં ગતરોજ રાત્રીનાં સમયે જર્જરિત મકાન ધરાશાઈ થતા અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.

Share

ભરૂચ નગરના ગડરિયાવાડ વિસ્તારમાં ઘણા જર્જરિત મકાનો આવેલ છે. આવા જર્જરિત મકાનો પૈકીનું એક મકાન ગતરોજ તા.29/9/2020 ના રોજ રાત્રીના સમયે ધરાશાયી થયું હતું. કડાકાભેર મકાન તૂટી પડતા લોકોમાં ભય અને અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. તૂટી પડેલ મકાનનો કાટમાળ ચારે તરફ જણાઈ રહ્યો હતો. ઇસ્માઇલભાઈ લાલ બેગના જણાવ્યા મુજબ તૂટી પડેલ મકાન બાપદાદાના સમયનું અને શહીયારી મિલકત હતી. જયારે સ્થાનિક રહીશોએ આ મકાન ધરાશાઈ થવાના બનાવ અને અન્ય સમસ્યા અંગે નગરપાલિકાના કર્તાહર્તાઓ પર આક્ષેપ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

ગોધરા : પ્રભારી સચિવશ્રી રાજેશ માંજુના હસ્તે તાજપુરા ખાતે ૧૦૦ બેડનો નવીન કોવિડ વોર્ડ ખુલ્લો મુકાયો.

ProudOfGujarat

ઉમરપાડામાં વ્યાપક વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થતા વળતર ચૂકવવા માંગ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી : વાતાવરણમાં ઠંડક પ્રસરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!