Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ઝાડેશ્વર નજીક આવેલ નર્મદા પાર્કમાં કન્ટેનરમાં બનાવેલ ઓફીસમાંથી જુગાર રમતા 7 જુગારીઓને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

Share

ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.આઇ. જે.એન. ઝાલાની સૂચનાથી એલ.સી.બી. નાં સ્ટાફ દ્વારા બાતમીનાં આધારે ઝાડેશ્વર નજીક આવેલ નર્મદા પાર્કમાં લોખંડના કન્ટેનરમાં બનાવેલ ઓફીસમાંથી પત્તા-પાનાનો હાર જીતનો જુગાર રમતા કુલ સાત ઇસમોને ઝડપી પાડયા હતા. તેમની પાસેથી રોકડા રૂપીયા 53,380 તથા જુગાર રમવાના સાધનો તેમજ વાહન નંગ-02 સહિત કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા રૂ. 2,48,880 ની મત્તા પોલીસે જપ્ત કરી છે.

ઝડપાયેલ જુગારીઓમાં (1) કીશનભાઇ વલ્લભભાઈ પટેલ રહે,મકાન નં.44 જય વિશાલ સોસાયટી મઢુલી સર્કલ પાસે દહેજ બાયપાસ રોડ ભરૂચ (2) ફીરોજભાઈ અમીરભાઈ શેખ રહે,મારવાડી ટેકરો ધોળીકુઈ બજાર ભરૂચ (3) નીરંજન નાથ શંભુનાથ ખન્ના રહે 464/ઈ રેલ્વે કોલોની સરદાર નગર સામે નવા યાર્ડ છાણી રોડ વડોદરા (4) ઈશાકભાઈ મુસાભાઈ પટેલ રહે. ગામ જોલવા મસ્જીદ ફળીયુ તા.વાગરા જી.ભરૂચ (5) મકબુલ ઉર્ફે જુબેર ગુલામ મહમંદ શેખ રહે ન્યુ કસક નવીનગરી રોકડીયા હનુમાન મંદિર પાસે ભરૂચ (6) કમલેશકુમાર શાંતીલાલ પટવા રહે છાણી જૈન મંદીર વાણીયાવાડ વડોદરા.(7) યુનુસખાન અહેમદખાન પઠાણ રહે કતોપોર બજાર ભરૂચ નાઓને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

રાજ્યના 50 પેટ્રોલ પંપ પર સ્ટેટ જીએસટી ટીમના દરોડા, કરોડો રૂપિયાની કરચોરી પકડાઈ

ProudOfGujarat

આમોદ શહેરનું મેઈન બજાર લોકોનાં અવર જવરથી ધબકતું થયું.

ProudOfGujarat

ઝઘડિયાના સુથારપુરા નજીકના નાળા પરથી પાણી વહેતા લોકોને હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!