ભરૂચ જીલ્લાનાં મુખ્ય આરોગ્યધામ એવા સિવિલ હોસ્પિટલનો વહીવટ તા.1-10-2020 નાં રોજથી વડોદરાની રૂદ્રાક્ષ એકેડેમી પ્રા.લિ. ને સોંપવામાં આવશે. આ અંગે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં સિવિલ હોસ્પિટલ એટલે કે જનરલ હોસ્પિટલ વિભાગોનાં ઇન્ચાર્જોને તેમજ અન્ય વિભાગોને જણાવ્યુ હતું કે તમારા વિભાગ હસ્તકનાં તમામ ચીજવસ્તુઓ, ડેડ સ્ટોક, ફર્નિચર તથા સ્થાવર જંગમ તમામ મિલકતની ખરાઈ કરી તેની યાદી તાત્કાલિક તૈયાર કરવાની રહેશે. પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવ્યુ છે કે તા.1-10-2020 થી આરોગ્યનીતિ 2016 નાં અન્વયે રૂદ્રાક્ષ એકેડેમી પ્રા.લિ. વડોદરા દ્વારા ટેકઓવર કરવાની રહેતી હોય આ તમામ તૈયારીઓ સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થઈ રહ્યું હોવાના પગલે હવે ભરૂચનાં તમામ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જવું પડશે જેમાં સારવારની ફી અને તેની ગુણવત્તા તેમજ સુવિધા કેવી રહેશે તે આવનાર સમય કહેશે.
ભરૂચ સિવિલ હોસ્પિટલનો વહીવટ તા.1-10-2020 થી રૂદ્રાક્ષ એકેડમી પ્રા.લિ. વડોદરાને સોંપવામાં આવશે.
Advertisement