વિશ્વ હૃદય દિવસ નિમિત્તે રોટરી ક્લબ ઓફ ભરૂચ, બરોડા હાર્ટ એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નિષ્ણાંત તબીબોએ હૃદય વિશે માહિતી આપી હતી. વિશ્વ હૃદય દિવસ નિમિતે હૃદય રોગ થવાના કારણો અને તેનાથી બચવાના ઉપાયો અંગે કાર્યક્રમ યોજાયો હતો. રોટરી ક્લબ ઓફ ભરૂચ, બરોડા હાર્ટ એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ રોટરી ક્લબ ભરૂચ ખાતે યોજાયો હતો. જેમાં રોટરી ક્લબનાં ડૉ. પાર્થ બારોટે કાર્યક્રમ અંગે માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે માનસિક તણાવ, અનિયમિત આહાર વિહાર, પ્રદુષણ, નિયમિત કસરતનો અભાવ આ બધા કારણોસર હૃદય રોગના બનાવો અને તેથી થતા મોતના બનાવો વધી રહ્યા છે ત્યારે વિશ્વ હૃદય દિવસે આ કાર્યક્રમનું મહત્વ વધી જાય છે. હૃદય રોગના નિષ્ણાંત તબીબો ડૉ. ધીરજ સાઠે, ડૉ.વિવેક વાઘેલા તેમજ ડૉ. ભદ્રેશ ઝવેરીઍ હૃદય રોગ થવાના કારણો તેમજ તેની આડ અસરોની વિસ્તૃત માહિતી આપી હતી સાથે જ થોડી પરંતુ નિયમિત કાળજી, કસરત અને નિયંત્રણો રાખવાથી હૃદય રોગ જેવા રોગ અને તેનાથી થતા અકાળ અવસાનથી બચી શકાય છે એમ જણાવ્યું હતું.
ભરૂચ : વિશ્વ હૃદય દિવસ નિમિતે હાર્ટ ડીઝીઝ અવેર્નેશ કાર્યક્રમ રોટરી કલબ ઓફ ભરૂચ ખાતે યોજાયો.
Advertisement